મંદીર વિશે:
કલોલ પલીયડ રોડ પર નારદીપુર સ્થિત શ્રી બ્રહ્માણી માતાજીનું મંદીર, કલોલ શહેર થી આશરે ૧૫ કિલોમીટર દુર આવેલું છે.
ખાસ કરીને આ મંદીર ની રચના ખુબજ અદભૂત અને અલૌકિક છે.
આ મંદીર ની રચના સંપૂર્ણ જયપુરી પથ્થર માંથી કરવામાં આવેલ છે.
જેમાં મુખ્યત્વે મંદીર બંસીપાલ અને આરસપાણ પથ્થર માથી બનાવવામાં આવ્યું છે.
મંદીર મુખ્યત્વે બંસિપાલ નામના જયપુરી પથ્થર માથી નિર્માણ માપેલ હોવાથી ખુબજ સુંદર અને આકર્ષક લાગે છે.
આતો થઇ મંદીર વિશે વાત...
મુર્તિ વિશે :
મંદીર ની ખાસ વાત મંદીરમાં શોભાયમાન શ્રી જગત જનની સકલ બ્રહ્માંડ ની દેવી માં બ્રહ્માણી માતાજી ની મુર્તિ.
માતાજી ની મુર્તિ ખુબજ કિમતી સફેદ આરસપાણ પથ્થર માથી રચના કરવામાં આવેલી છે.
માંની મુર્તિ ની રચના રચનાકારે એટલી સુંદર કરેલી છે. માંનુ મુખારબિંદ ખુબજ તેજસ્વી, અદભૂત અને અલૌકિક છે.
માં બ્રહ્માણીની ઉત્પતિની કથા પુરાણો પ્રમાણે:
મા બ્રહ્માણીની ઉત્પતિ કથા પુરાણોમાં છે. સપ્તમાતૃકાની ઉત્પતિમાં બ્રહ્માણીનું સ્થાન પ્રથમ છે. જયારે દેવો પર દાનવો અત્યાચાર કરવા લાગ્યા ત્યારે સર્વ દેવોએ ભેગા મળી શકિતની સ્તુતિ કરી.તે વખતે સર્વ દેવોના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને તેણે એક શકિતનું સ્વરૂપ ધારણ કર્યું.જે દેવના તનમાંથી જે દિવ્ય પ્રકાશ નીકળ્યો તેણે તે દેવ જેવું સ્વરૂપ ધારણ કર્યું અને તેવા જ આયુધ લઇ દાનવોનો સંહાર કરવા લાગી.
એ સમયે બ્રહ્માના શરીરમાંથી પ્રગટ થયેલી શકિત પણ બ્રહ્માની જેમ હંસ પર સવાર થઇ હાથમાં પુષ્પ.કમંડલ.માલા.આયુધ હાથમાં લઇ દાનવો પર તૂટી પડી. તેના કમંડલમાં રહેલું જળ તે દાનવો પર છાંટવા લાગી. તે જળ જે દાનવ પર પડતુંતે દાનવ શકિતહીન થઇ જતો.આમ. બ્રહ્માના શરીરમાંથી પ્રગટ થયેલી શકિત.મા બ્રહ્માણીના નામે ઓળખાવા લાગ્યા...
- શ્રી બ્રમ્હાણી માતાજી મંદિર, નારદીપુર.
- શ્રી બ્રમ્હાણી યુવક મંડળ,નારદીપુર.
- શ્રી બ્રમ્હાણી સેવા મંડળ, નારદીપુર.