3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ:મા આદ્યશક્તિના પર્વની તૈયારી કેવી રીતે કરવી?; જાણો જવારાથી લઈને કળશ સ્થાપનાની સંપૂર્ણ તૈયારી વિશે

navratri 2024

 

3જી ઓક્ટોબર ગુરુવારથી દેવી આરાધનાનું પર્વ શરૂ થવાનું છે. તેના પહેલાં જ દિવસે ઘટ સ્થાપના થાય છે, અને સાથે જવારા એટલે અનાજ વાવવાની પરંપરા છે. એના માટે ઘરને શુદ્ધ કરવું અને જરૂરી સામગ્રી એકઠી કરવી. જેમાં દેવી આરાધનામાં ઉપયોગમાં આવતી સામગ્રી અને દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે.




શક્તિ પર્વની તૈયારી કેવી રીતે કરવી, કઈ સામગ્રી જોઈશે અને એની ખરીદી ક્યારે કરવી અને માટીનો કળશ, દીવો, અનાજ અને સોળ શૃંગારની વસ્તુઓ ખરીદવી શુભ રહેશે. આ દિવસે ઘરને સજાવવા માટે તોરણ અને રંગોળી માટે જરૂરી સામાન લઈ શકાય છે. આખા ઘરને શુદ્ધ કરવું અને સ્થાપનાની તૈયારી માટે ખૂબ જ શુભ દિવસ રહેશે, એટલે જ્યાં કળશ સ્થાપના અને દેવી માટે બાજોઠ રાખવાના હોય એ જગ્યાએ ગંગાજળ અને ગૌમૂત્ર છાંટવું. પછી ત્યાં બાજોઠ રાખો. બીજા દિવસે સ્થાપના કરો.

maa bhrahmani temple nardipur website


શક્તિ પર્વ શરૂ થતાં પહેલાં જ નખ, વાળ અને દાઢી કપાવી લેવી જોઈએ, કેમ કે સ્મૃતિ ગ્રંથ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિ દરમિયાન નખ અને વાળ કપાવવા જોઈએ નહીં. આવું કરવાથી આરાધના ખંડિત થઈ જાય છે. નવરાત્રિ પહેલાં જ ગૃહસ્થ લોકોએ બે દિવસમાં લસણ-ડુંગળી અને તામસિક વસ્તુઓ છોડી દેવી જોઈએ, સાથે જ હળવું ભોજન કરવું, જેથી શરીર નવ દિવસ સુધી વ્રત-ઉપવાસ માટે તૈયાર થઈ જાય. દેવી આરાધનાના નવ જરૂરી ભાગ હોય છે. જેમાં કળશ સ્થાપના, દેવીનું બાજોઠ તૈયાર કરવું, પૂજા કરવી અને અખંડ દીવો પ્રગટાવવો, દુર્ગા સપ્તશતી પાઠ, વ્રત-ઉપવાસ, હવન, કન્યા પૂજન, બ્રાહ્મણ ભોજન અને છેલ્લે ક્ષમા પ્રાર્થના હોય છે. જાણો કળશ સ્થાપનાની સંપૂર્ણ તૈયારી..

maa bhrahmani temple nardipur youtube channel


દેવીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?


દેવી દુર્ગાની પૂજા કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નવરાત્રિ દરમિયાન દરરોજ ઘરની સફાઈ કરવાનું ધ્યાન રાખો. ઘરમાં ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરવો. ઘરની બહાર રંગોળી બનાવો.

ઘરના મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન શિવ અને દેવી દુર્ગાને પવિત્ર કરો. જળ અને દૂધથી અભિષેક કરો. ભગવાનને દુર્વા, બિલ્વપત્ર, ફૂલની માળા, ગુલાબ, કમળ અર્પણ કરો.

દેવી દુર્ગાના મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો, ઓમ દૂં દુર્ગાય નમઃ. મંત્ર જાપ કરવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

નવરાત્રિના દિવસોમાં, દેવી શક્તિપીઠોની મુલાકાત લો અને તેની પૂજા કરો. તમારા શહેરમાં અથવા શહેરની આસપાસના દેવીના પૌરાણિક મંદિરોની મુલાકાત લો.

દેવીની પૂજાની સાથે સાથે નાની છોકરીઓની પણ પૂજા કરો. છોકરીઓને ભોજન કરાવો.

દરરોજ સૂર્યાસ્ત પછી ઘરની બહાર દીવો પ્રગટાવો. તુલસી પાસે દીવો પ્રગટાવો.

દેવી દુર્ગાને બંગડીઓ, લાલ ચૂંદડી, કુમકુમ, સિંદૂર, બિંદિયા જેવી લગ્નની વસ્તુઓ અર્પણ કરો.

નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. જે લોકો ભૂખ્યા રહી શકતા નથી તેઓ ફળો ખાઈ શકે છે અને દૂધ અને ફળોના રસનું સેવન કરી શકે છે.