નવરાત્રિ 2025: નવદુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી: કઈ રીતે માતા સતિ બ્રહ્મચારિણી કહેવાયા?

 

નવરાત્રિ 2021: નવદુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી: કઈ રીતે માતા સતિ બ્રહ્મચારિણી કહેવાયા?


નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારાં. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌર વર્ણ ધરાવે છે.

rupal palli medo live 2025



પૂર્વ જન્મમાં જ્યારે હિમાલયના ઘરે પુત્રી રૂપે અવતર્યાં, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ તરીકે પામવા ખૂબ આકરું કઠોર તપ કર્યું, તેથી જ તેઓ શિવજીનાં અતિ પ્રિય થઈ ગયાં. આકરા તપના આચરણને કારણે તેઓ બ્રહ્મચારિણી કહેવાયાં. 

એક હજાર વર્ષ સુધી માત્ર ફળ-મૂળ ખાઈને, સો વર્ષ સુધી કેવળ શાકભાજી ખાઈને, ત્રણ હજાર વર્ષ સુધી તો માત્ર સૂકાં બીલીપત્ર ખાઈને, ક્યારેક તો કઠોર ઉપવાસ કરીને ખુલ્લા આકાશ નીચે વરસતા વરસાદમાં, આકરી ગરમીમાં, કડકડતી ઠંડીમાં પણ માત્ર શિવનું જ શરણ ઇચ્છતાં રહ્યાં. અંતમાં તો બીલીપત્ર પણ ખાવાનાં ત્યજી દીધાં, તેથી તેનું એકનામ 'અપર્ણા' પડ્યું.આકરા તપના કારણે તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. 

નવરાત્રિ 2021: નવદુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી: કઈ રીતે માતા સતિ બ્રહ્મચારિણી કહેવાયા?

આ દશા જોઈને માતા ઉમા ખૂબ દુ:ખી થયાં. માતાએ પુત્રીને આ કઠોર તપથી વીરત કરવા તેમના મુખમાંથી ઉદગારો નીકળ્યા કે, 'ઉ... મા.' અર્થાત્ ' અરે, નહિ... નહિ'. ત્યારથી દેવીનું નામ ઉમા પડ્યું. દેવીનાં આકરા તપથી ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને ગાંધર્વ... દેવીની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. બ્રહ્માજીએ આકાશવાણી કરી કે, ' હે દેવી આજ સુધી આવું આકરું તપ કોઈએ કર્યું નથી. તમારાથી જ સંભવ હતું. તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. આપનાં માતાપિતા સાથે આપ ઘરે પરત ફરો. આ રીતે દેવીએ આકરા તપથી શિવને મેળવ્યા.એ જ દેવી આકરું તપ કરી આદ્યશક્તિ મા જગદંબા માનવીને શક્તિ પ્રદાન કરે છે. એ જ મા આદ્યશક્તિના ગુણગાન અને યશગાથા અને ગુપ્ત રહસ્યની કથા દુર્ગા સપ્તસતીમાં વર્ણવી છે. એ જ દેવીએ આસુરી શક્તિને હાંકી કાઢવા અને નાશ કરવા માટે અનેક વાર અવતાર લઈ દેવતાઓને અને માનવોને ભયમુક્ત કર્યાં છે. 

આજે બીજા નોરતે મા બ્રહ્મચારિણીની પૂજા ઉપાસના કરવાનું વિધાન છે. માની ઉપાસનાથી, માનવમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમ જેવા ગુણો ખીલી ઊઠે છે. સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી સાધકનું મન લિંગની ઉપર પેડા પાસે 'સ્વાધિષ્ઠાન ચક્ર'માં સ્થિર થાય છે. અવસ્થિત મનવાળા યોગી, સાધક, ઉપાસનાથી ભક્તિ અને કૃપા મેળવે છે. 

બ્રહ્મચારિણી ઉપાસના મંત્ર: ઓમ બ્રીં ક એ ઇ લ બ્રીં હ સ ક હ લ બ્રીં સકલ બ્રીં