મા જગદંબા આદ્યશક્તિના અનેક સ્વરૂપમાં દુર્ગાના નવ સ્વરૂપ અતિ પ્રચલિત છે. માતાજીના નવ રૂપમાંથી પહેલું રૂપ શૈલપુત્રીનું હોય છે અને પહેલા નોરતે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. લોક કલ્યાણ હેતુ આ શક્તિનો ઉત્પન્ન થાય છે.
નવદુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રી પર્વતરાજને ત્યાં પુત્રી રૂપમાં ઓવતર્યા. વૃષભ ઉપર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ, ડાબા હાથમાં કમલ માળા શોભાયમાન છે. પૂર્વજનની કથા મુજબ તે પ્રજાપતિ દક્ષની કન્યા રૂપે અવતાર લીધો હતો. ત્યારે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ શિવજી સાથે થયો હતો.
પ્રચલિત કથા મુજબ સતીના પિતા દક્ષ ખૂબ મોટો યજ્ઞ કરતા હતા. તેમ તમામ દેવતાઓને નિમંત્રણ પાઠવ્યું હતું.અપમાનનો બદલો લેવા માટે સતી અને શિવે સતીને સમજાવ્યા કે. નિમંત્રણ વિના જવું યોગ્ય નથી.સતી માન્યાં નહી. શિવે તમેને જવાની રજા આપી.સતી હોંશે હોંશે દક્ષના યજ્ઞમાં પહોંચ્યા. ત્યાં જરા પણ આદર સત્કાર ન મળ્યો.
પિતા દક્ષે ઘણા જ અપમાનજનક શબ્દો કહ્યા, આ અપમાન સતીથી સહન ન થયું.ખૂબ ખૂબ પસ્તાવો થયો કે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું આવી, મેં બહુમોટી ભૂલ કરી છે.એ જ ક્ષણે યોગાંગી દ્વારા સતીએ દેહત્યાગ કર્યો. વ્રજપાત જેવી આ દારુણ દુઃખદ ઘટનાથી શિવ ખૂબ ક્રોધિત થયા. પોતાના ગણો મોકલી દક્ષના યજ્ઞનો વિધ્વસં કરાવી નાખ્યો. આજ સતી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો અવતાર લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયાં. પાર્વતી, હેમવતી પણ તેમનાં જ નામ છે.
ઉપનિષદની કથાનુસાર આ હેમવતીએ દેવતાનો ગર્વ ખંડિત કર્યો હતો. એ જ શક્તિ એ મુશ્કેલીના સમયે દેવતાને મદદ કરી છે. દુર્ગા સપ્તસતીના પ્રથમ અધ્યાયની કથા મુજબ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની યોગનિદ્રા સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા અને બહ્માજીનો વધ કરવા આગળ વધ્યા.તે સમયે બ્રહ્માએ તમોગુણી શક્તિની ખૂબ સરસ સ્વરમાં સ્તુતિ કરી.શ્રી હરિના શરીરમાંથી શક્તિ સ્વરૂપે બહાર આવ્યાને આ જ શક્તિના બળથી શ્રી હરિના હાથે બન્ને અસુરો નાશ પામ્યા.
એ જ શક્તિની આપણે પહેલા નોરતે શ્રી શૈલપુત્રીના રૂપમાં પૂજા ઉપાસના કરીએ છીએ.આ ઉપાસનાથી યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે.અહીંથી જ સાધકની યોગ સાધનનો આરંભ થાય છે.

.png)
