નવરાત્રિ 2025: નવદુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માણ્ડા, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ત્યારે કુષ્માણ્ડા દેવી પ્રગટ થયાં

 

નવરાત્રિ 2021: નવદુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માણ્ડા, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ત્યારે કુષ્માણ્ડા દેવી પ્રગટ થયાં


મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માણ્ડા છે. આ દેવીએ પોતાની મંદ મંદ અને હળવા હાસ્યથી અણ્ડ યાને કે બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું તેથી આ દેવીને કુષ્માણ્ડા નામથી અભિહિત કરવામાં આવ્યાં છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ચારેકોર અંધકાર જ અંધકાર હતો ત્યારે આ દેવી એ ઇષત એટલે કે હાસ્યથી બ્રહ્માંડની રચના કરી માટે જ તેમને આદિસ્વરૂપા અને આદ્યશક્તિ કહીએ છીએ. તેઓ સૂર્યમંડળના ભીતરના લોકમાં બિરાજમાન રહે છે. આ લોકમાં અસહ્ય તાપ અને ગરમી રહે છે. તે લોકમાં નિવાસ કરવાની શક્તિ માત્ર આ દેવીમાં જ છે. તેમના શરીરનો વર્ણ સૂર્ય સમાન દેદીપ્યમાન અને ઉજ્જ્વળ છે. તેમનું તેજ તેમના તુલ્ય સમાન સંભવ જ નથી. તેમના અગણિત તેજથી દશેદિશાઓ પ્રકાશિત છે. 


બ્રહ્માંડનો કોઈ પણ પ્રકાશ તેમને જ આભારી છે. આ કથા સાથે દુર્ગાસપ્તસતિનું અનુસંધાન કરીએ તો. જગતમાંથી આસુરી શક્તિનો નાશ કરવા બદલ ઇન્દ્રશક્ર અને તમામ દેવતાઓ એ ખુબ ખુશ થઈને આદ્યશક્તિનું અભિવાદન કરવા ખૂબ સુંદર સ્વરમાં સ્તુતિ કરી. આ સ્તુતિથી માતાજી ખૂબ ખુશ થયાં ને સહુની વચ્ચે ઉપસ્થિત થયાં, અને જ્યારે યાદ કરશો, આ સ્તુતિ કરશો ત્યારે ઉપસ્થિત થવાના આશીર્વાદ આપ્યા. તેથી જ આપણે યજ્ઞ કાર્યની પૂર્ણાહુતિ સમયે આ શક્રાદય સ્તુતિ ગાઈએ છીએ. નવરાત્રી દરમિયાન નવદુર્ગા માતાને સાધના અને આરાધના કરવામાં આવતી હોય છે. માતાજીનું ચોથું સ્વરૂપ કૃષ્માણ્ડા હતું, જેમાં માતાજીના વાહન તરીકે વાઘ હતા. જ્યારે માતાજી સૃષ્ટિની પ્રદક્ષિણા કરવવા નિકળતા ત્યારે તેમના વાહન વાઘ પર બિરાજમાન થતા હતા. આ બ્રહ્માંડ રચયિતા હાજર થઈને આપણું કાર્ય સફળ કરે છે. 


ખાસ યજ્ઞમાં કુષ્માણ્ડ (કોળુ) બલી તરીકે આપીએ છીએ. આ કુષ્માણ્ડા દેવીની પૂજા અર્ચના ઉપાસના નવરાત્રીના ચોથા દિવસે કરવામાં આવે છે. ઉપાસનાથી સાધક અને યોગીનું મન હૃદયની ઉપર અનાહત ચક્રમાં સ્થિર થાય છે. આ દેવી ખૂબ અલ્પ ઉપાસનાથી પણ પ્રસન્ન થાય છે. સાધક. ભક્તિ બળ આયુષ્ય યશ આરોગ્ય મેળવે છે. આ રીતે ભક્તિ કરવાથી માનવને સંસારમાં સર્વત્ર સુખનો અનુભવ થાય છે અને શરણાગતિ પ્રાપ્ત થાય છે. 

કુષ્માણ્ડા ઉપાસના મંત્ર: ૐ હ સેં હ સ ક રીં હ સેં કૂં સ્વાહા ।