Ahmedabad Rathyatra 2020 | અમદાવાદ રથયાત્રા લાઈવ દર્શન ૨૦૨૦
Ahmedabad Rathyatra 2020 | અમદાવાદ રથયાત્રા લાઈવ દર્શન ૨૦૨૦
અમદાવાદ. દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે. રથયાત્રા માટે હાલ 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ગત વર્ષે જગન્નાથ મંદિર પાસે ભક્તોનું કીડીયારું ઉભરાતું હતું આ વખતે માત્ર પોલીસ જ પોલીસ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારબાદ પોલીસે રથને કોર્ડન કરી લીધો છે. હાલ રથને રોકી લીધા બાદ મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસવડા શિવાનંદ ઝાએ ઓફિસમાં ચર્ચા કરી. રથને મંદિરના ગેટ સુધી લઈ જઈ પરત લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. વિજય રૂપાણી મંદિરેથી 7.10 રવાના થઈ ગયા છે.
શ્રી જગન્નાથજી મંદીર દર્શન અમદાવાદ
![]() |
| @અમદાવાદ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રને રથમાં બેસાડવામાં આવ્યાં |
સમયાનુસાર કરવામાં આવેલી વિધિ
4.00 વાગ્યે ભગવાનની મંગળા આરતી
4.30 ભગવાનના પાટા ખોલવામાં આવ્યા
4.45 વાગ્યે ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા
6.59 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી
7.02 મુખ્યમંત્રી રૂપાણીએ રથ ખેંચી રથપ્રસ્થાન કરાવ્યું
![]() |
| @અમદાવાદ ત્રણેય રથ પ્રસ્થાન કરવા માટે તૈયાર |
![]() |
| @અમદાવાદ ગજરાજો પણ રથયાત્રામાં જોડાવા માટે તૈયાર |
વહેલી સવારે મહંતે મંગળા આરતી કરી પાટા ખોલ્યાં
વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, મંગળા આરતી માટે ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યારે પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. આ વર્ષે કૃષ્ણભક્તોએ ભગવાનના ઘરે બેઠાં જ ટેલિવિઝનના માધ્મયથી લાઇવ દર્શન કરવા પડશે.
![]() |
| @અમદાવાદ સવારે 4.30 વાગ્યે ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યાં |
![]() |
| @અમદાવાદ સવારે 4 વાગ્યે મહંત દિલિપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી |
હાઇકોર્ટે મોડી રાત્રે સરકારની અરજી ફગાવી
આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હાઇકોર્ટ આ વિશે જણાવતા કહે છે કે, ‘આવી મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે છે.’ હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. પરંતુ, મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે.
ટ્રેક્ટરથી રથ ખેંચી રથયાત્રા કાઢવામાં આવશે
આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપવામાં આવશે તો રથ ટ્રેક્ટરથી ખેંચવામાં આવશે. ટ્રેક્ટરથી રથ કઈ રીતે ખેંચાય તેનું ચેકિંગ પણ થઈ ચૂક્યું છે. તેમજ ત્રણેય રથને ખેંચવા માટે લોખંડના સ્પેશિયલ પાટા બનાવવામાં આવ્યા છે. જેનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરિક્ષણ પણ કર્યું હતું.
જો મંજૂરી નહીં મળે તો રથ મંદિરમાં 7 પ્રદક્ષિણા કરશે અને મંગળા આરતી થશે
હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા રથને મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવી પરિક્રમા કરાવાશે. જો કે મંગળા આરતી પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાશે
રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી. મંદિરના મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર આ વિધિ માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિમાં હાજર રહેશે.




